ભલે જીવનમાં કોઈ ગર્લફ્રેન્ડ ન હોય, છતા પણ જગજીત સિંહની ગઝલો સાંભળવા બેસો

તો એવું લાગે કે તમે 10-12 ગર્લફ્રેન્ડ તમને છોડી ગઈ છે.

ગઈકાલે જગજીતની ગઝલો સાંભળીને હું ગર્લફ્રેન્ડને યાદ કરીને એક કલાક સુધી રડ્યો.

પછી યાદ આવ્યું કે મારી કોઈ ગર્લ ફ્રેન્ડ જ નથી,
તેથી વધુ બે કલાક રડ્યો.

પછી ધ્યાન આપ્યું કે હું તો પરણેલો છું. એ પછી ચાર કલાક ફરી રડ્યો.

જિંદગી

એક ડૉક્ટર બહુ જ હોશિયાર હતા.
તેમના વિશે કહેવાતું કે, એ તો મોતની નજીક પહોંચી ગયેલા માણસોને પાછા લઈ આવે છે.
ડૉક્ટર પાસે જે દર્દી આવે તેની પાસે એક ફોર્મ ભરાવે.
દર્દીને પૂછે કે, તમે આ ફોર્મમાં લખો કે,જો તમે બચી જશો તો તમે કેવી રીતે જીવશો..? જિંદગીમાં જે બાકી રહી ગયું છે,
એ શું છે..?
દરેક દર્દી પોતાના દિલની વાત લખતો.
હું બચી જઈશ તો મારા પરિવાર સાથે પૂરતો સમય વિતાવીશ.
મારા દીકરા અને દીકરીનાં સંતાનો સાથે પેટ ભરીને રમીશ.
કોઈએ પોતાનો ફરવા જવાનો શોખ પૂરો કરવાની વાત કરી
તો કોઈએ એમ પણ કહ્યું કે, મારાથી જે લોકોને હર્ટ થયું છે; એની પાસે જઈને માફી
માગી લઈશ.
એક દર્દીએ કહ્યું કે, હસવાનું થોડુંક વધારી દઈશ.
જિંદગી સામે કોઈ ફરિયાદ નહીં કરું.
ગિલ્ટ ન થાય, એવું કામ કરીશ.
જાતજાતની વાતો જાણવા મળી.
ડૉક્ટર ઓપરેશન કરે. દર્દી રજા લઈને જાય ત્યારે ડૉક્ટર એ જ ફોર્મ દર્દીને પાછું આપે.
દર્દીને કહે કે, પાછા બતાવવા આવો ત્યારે આ

ફોર્મમાં તમે જે લખ્યું છે, એના પર ટિક માર્ક કરતાં આવજો અને કહેજો કે તમે લખ્યું હતું, એ રીતે કેટલું જીવ્યા..?
ડૉક્ટરે કહ્યું કે, એકેય માણસે એવું નહોતું લખ્યું કે,
જો હું બચી જઈશ તો મારે જે વેર વાળવું છે, એ વેર વાળી લઈશ.
મારા દુશ્મનને ખતમ કરી નાખીશ.
હું રૂપિયા વધારે કમાઈશ.
મારી જાતને વધુ બિઝી રાખીશ.
દરેકનો જીવવાનો નજરિયો જુદો જ હતો.
ડૉક્ટરે સવાલ કરતા કે, તમે સાજા હતા ત્યારે તમને આ રીતે જીવતા કોણ રોકતું હતું ? હજુ ક્યાં મોડું થયું છે.?
બે ઘડી વિચાર કરો કે, તમારી જિંદગીમાં એવું જીવવાનું કેટલું બાકી છે, જેવું જીવવાનું તમે ઇચ્છો છો.?
બસ, એ રીતે જીવવાનું શરૂ કરી દો.
સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થવાનું હોય ત્યારે કોઈ અફસોસ ન હોય!
એવું ન લાગવું જોઈએ કે, હું મારી જિંદગી મને ગમે, એમ જીવ્યો નથી !

• • •

વાસ્તવિક શિક્ષા

વાસ્તવિક શિક્ષા..

ટી.એન. શેષાન મુખ્ય ચુંટણી કમિશ્નર હતા. પત્ની સાથે યુપીની યાત્રા પર હતા. રસ્તામાં એક બગીચા પાસે રોકાણા. બાગના એક ઝાડ પર સુગરીનો માળો હતો. એની પત્ની કહે, મને આ માળો મંગાવી આપો, મારે ઘર સજાવટમાં રાખવો છે. શેષાન સાહેબે સાથે રહેલા સિક્યુરીટી ગાર્ડને કીધું,
આ માળો લાવો. સિક્યુરીટી ગાર્ડ પાસે જ ઘેટાં બકરા ચરાવતા એક અભણ છોકરાને કહે છે કે, આ માળો ઉતારી દે તો તને બદલામાં દસ રૂપિયા આપીએ પણ છોકરાએ ના પાડી. શેષાન સાહેબ ખુદ ગયા અને છોકરાને પચાસ રૂપિયા આપવાની ઓફર કરી તો પણ છોકરાએ માળો લાવવાની ના પાડી ને કીધું કે, સાહેબ માળામાં સુગરીનાં
બચ્ચાં છે. સાંજે જયારે એની મા ભાેજન લઈને આવશે તો બહુ દુ:ખી થાશે, એટલે તમે ગમે એટલા રૂપિયા આપો તો પણ હું માળો નહીં ઉતારું.
આ ઘટના પછી ટી.એન. શેષાન સાહેબ લખે છે કે, મને આજીવન અફસોસ રહ્યો કે જે અભણ છોકરો વિચારતો હતો એવો વિચાર અને સંવેદના મને એક ભણેલ ગણેલ IAS ને કેમ ના આવી.?
એમણે કહ્યું કે એ બાળકની સામે મારું IAS પદ,પ્રતિષ્ઠા ધૂળ બરાબર થઈ ગયું.
શિક્ષા,પદ,પ્રતિષ્ઠાકે સામાજિક સ્થિતિ માનવતાનો માપદંડ નથી, પ્રકૃતિને જાણવી, સમજવી એ જ જ્ઞાન છે.
જીવન ત્યારે આનંદદાયક થાય જયારે બુદ્ધિ્, જ્ઞાન સાથે સંવેદના હોય.
ટુંકમા ડીગ્રી માત્ર આધાર છે,જિંદગી નહીં..

  • • •.
    -via Twitter (Pinakin patel)

સુરતી ખમણ 😃

અમે સુરતી
ખમણ લોચો ને ઘારી ઉપરાંત..
સુરતી ભાષાની આસ્વાદ મજાનો અનુભવ….સુધ્ધ અને ટાજી હૂરટી ભાસાની હુવાસ!!!..વાંચતા વાંચતા અનુભવો….મજા આવશે…

સંસ્કારનગરી વડોદરાના વૈષ્ણવજન મીતકુમારે યુવાનીના ઉંબરે પગરણ માંડયાં.
કન્યાઓ જોવાનું શરૂ કર્યું.

બેટર ચોઈસ અને વાઈડ સિલેક્શન

માટે એમણે ‘ડક્સીન ગુજરાટ’ના સુરત શહેર તરફ નજર દોડાવી.

કુંડળી મેચ થઈ.

પરિવારો અનુકૂળ હતા એટલે મીતકુમાર કન્યાને સુરત જોવા જવા નીકળ્યા.

સરનામું કતારગામ રોડનું હતું.
રિક્ષાવાળાને’ટ્રનેક’ વાર સમજાવ્યું ત્યારે એ બોલ્યો, “એમ કેવ ની ટારે કે કટાળગામ ળોડ પર જવું છ.”

છેવટે રિક્સાવાળાએ બરાબર’થેકાને’ પહોંચાડયા.

ભાવિ સસરાની એક જ શરત હતી,
“પોયરો કાંડા-લહણ ખાટોની જોઈએ.”
એટલે મીતકુમારે પોતે કાંદા લસણ ખાય છે
એ છુપાવવાનું હતું.

ભાવિ સસરાના ઘરે ડોરબેલ વગાડતાં બારણાના જાળિયાનું તાળું ખોલી જમાઈને આવકારવામાં આવ્યા.
સસરા તાડુક્યા

“બાન્ને ટાલું મારી ડે. ભિખારી અંડર ઘૂસી આવે ચ. બીજા ભિખારી ની આવી જાય.”

આવા સન્માન પછી સસરાએ ઘરનોકરને કહ્યું, ” હોફા હાફ કર ની ટો જમાઈરાજન બઢી હૂરટની ઢૂલ લાગી જહે.”

હોફા હાફ થીયો એટલે જમાઈએ પૂંઠ ટેકવી.

સસરાએ કિચન તરફ જોઈ બૂમ પાડી,
“ઈંડુ ટૈયાર છે?”

મીતકુમાર હચમચી ગયા.

વાત તો થઈ હતી કે કાંદા લસણનો બાધ છે અને આ લોકો સવારની પહોરમાં ઇંડુ પીરસવાની વાત કરતા હતા.

મીતકુમારને થયું કે સસરા એની પરીક્ષા લઈ રહ્યા છે
એટલે મીતકુમાર બને તેટલી શાંતિથી બોલ્યા,
“ઈંડુ મને પસંદ નથી. એક્ચ્યુઅલી અમારા આખા પરિવારમાં કોઈને ઇંડુ ન ચાલે!”

સસરા ‘અકરાયા’,

“અરે! ઇંડુ પસંડ ની મલે તો હું કામ હૂરટ હુઢી લામ્બા ઠિયા?”

આ સંવાદ સાંભળી સાસુજી બહાર ઘસી આવ્યાં,
“ફોતો ને કુન્દલી જોઈને ના ની પાળી ડેવાય? આ રીટે અમારા પળિવાળની ફજેટી કળવાની?”

મીતકુમારને સમજાયું નહીં કે સવારની પહોરમાં ઇંડુ ખાવાની ના પાડવાથી કોઈ પરિવારની ફજેતી

કેવી રીતે થાય!

છતાં મીતકુમાર બોલ્યા, “સોરી!”

સસરા હજુ ગુસ્સામાં હતા,
“તમારી સોળીની હું અમારે હોળી કરવાની? ગ્નાટીના મેરામાં અમે કેયું કે અમને ‘મીટ’ ચાલહે તો ટમારાં મમ્મી પપ્પાએ બી કેયું કે અમારે ‘ઇંડુ’ ચાલહે, પછી હવે હેના પલટી મારો!”

બે વૈષ્ણવ વેવાઈ વચ્ચે એગ અને

મટન ચાલે એવો સંવાદ થાય એ મીતકુમારની અલ્પબુદ્ધિ માટે કલ્પના બહારનું હતું.

સસરાએ હાથ જોડયા,
“ઇંડુ તૈયાર છે હવે જોઈ ટો લેવ!”

મીતકુમારને થયું કે ઇંડુ ખાવામાં બાધ છે, જોવામાં નથી. એટલે હકારસૂચક હા પાડી.

સસરાને ‘શાન’ના શાકાલની જેમ ‘ત્રન ટાલી’ પાડી એટલે એક સુંદર કન્યા

ટ્રે લઈ આવી.

ટ્રેની અંદરનો ખાદ્ય પદાર્થ જોતાં મીતકુમારને થયું કે ઇંડા લંબગોળને બદલે ગોળ કેમ છે?

ત્યાં જ સાસુ બોલ્યાં, “મોં મીથું કરો!”

મીતકુમાર ચોંક્યા, ‘સ્વીટ એગ્સ?’

સૂગ કરતાં ક્યુરિયોસિટી વધી જતાં મીતકુમારે એ
ગોળાકાર ‘ઇંડા’ને પકડી સૂંઘી જોયું.

સસરાએ ખુલાસો કર્યો,

“રસગુલ્લા છે.”

મીતકુમાર બોલ્યા, “તમે તો ઈંડુ ઇંડુ કરતાં હતા ને!”

સાસુએ કહ્યું, “ટે આ રેઈ અમારી ઇંડુ ઉર્ફે ઇંડ્રાવટી, ટમે જેને નિહારવા આવ્યા ટે ટમારી હામ્મે ઊભી!”

મીતકુમારે આદુંવટી અને ઘનવટી જોઈ હતી પણ ઇંડ્રાવટી પહેલી વાર જોઈ.

એ ઇંદ્રાવતીના રૂપના પ્રકાશમાં એકસાથે બધી જ
ટયુબલાઇટ ઝબકી ઊઠી!!!

સસરાજી ‘ઇંડુ તૈયાર છે?’ નહીં પણ ‘ઇન્દુ તૈયાર છે?’ એમ પૂછતા હતા. અને પોતે એમ કહ્યું કે અમારા પરિવારમાં ‘ઇંડુ’ ન ચાલે ત્યારે આ હૂરટીઓ ‘ઇન્દુ’ ન ચાલે એમ સમજ્યા હતા અને સસરા અમને ‘મીટ’ ચાલહે એમ કહીને ‘મીત પસંદ છે’ એવું કહેવું હતું!

કેટરીના અને દીપિકાને હંફાવે એવી ઇન્દુને જોઈને અને આ સ્પષ્ટતા થતાં મીતકુમારનો શ્વાસ હેઠો બેઠો.

ત્યાં જ સસરાજી બોલ્યા, “તમારા શાળા ટુસાર સાળામાં ભનાવવા ગિયા છે, સીકસક છે. એ આવી જાય એટલે ચીકનપૂરી ખાઈ લઈએ.”

મીતકુમારે ‘ચીકનપૂરી’ નામની વાનગી લંચમાં ખાવાની કલ્પના નહોતી કરી.
પણ ના કેવી રીતે પાડવી?

એ તો ‘શીખંડપૂરી’ પીરસાયાં ત્યારે જ ખબર પડી કે વાનગી પ્રાણીજન્ય હતી પણ વર્જ્ય નહોતી.

અંટે મીટે કહી ડીઢુ કે મને ઈંડુ પસંડ છે…

🤣🤣🤣

  • • •

Bird bricks

બર્ડ બ્રિક્સ/નવા બનતા મકાનોમાં બખોલ પડવાના કોન્સેપ્ટ..

ઘરના પક્ષી તરીકે જાણીતું અને માનીતું બનેલું રૂપકડું પક્ષી એટલે ચકલી. આજે સમગ્ર વિશ્વમાં ચકલીઓને બચાવવા માટે ૨૦ માર્ચ ના રોજ ચકલી દિવસની ઉજવણી કરી રહ્યા છે. એક સમય હતો કે ચકલીને સમગ્ર વિશ્વમાં ઘરના પક્ષી તરીકે ઓળખવામાં
આવતું હતું. સામાન્ય રીતે ચકલીઓ નજર પડે ત્યાં જોવા મળતી હતી, પરંતુ ધીમે ધીમે વાતાવરણની અનિશ્ચિતતા અને પ્રતિકૂળતા તેમજ સતત વધી રહેલા શહેરીકરણને કારણે ચકલીઓની પ્રજાતિ સમગ્ર વિશ્વમાંથી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. ત્યારે ભરૂચ શહેરના એન્વાયરમેન્ટ એન્જિનિયર અમિત રાણાએ ચકલીની વસ્તીને ઘટતી માટે આજના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડીંગોની બનાવટ તેમજ આર્કિટેક્ચરલ ડિઝાઇનને જવાબદાર બતાવી રહ્યા છે.
ચકલી એક માત્ર એવું પક્ષી છે કે તે સતત માનવ વસાહતોની વચ્ચે અને તેના ઘરમાં જોવા મળતું પક્ષી છે ચકલીઓ મોટેભાગે કોઇપણ વ્યક્તિના ઘરમાં માળો બનાવીને તેની સંતતિના વિસ્તાર
કરતી હોય છે પરંતુ આધુનિક સમયમાં શહેરીકરણને કારણે જે બહુમાળી ઇમારતો ખડકાઈ રહી છે.તેમજ જૂના પુરાના ઐતિહાસિક ઇમારતોની ડીઝાઈનમાં બદલાવ અને તે ઇમારતોમાં લાગેલા બખોલ નામશેષ થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ચકલી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે.

એન્વાયરમેન્ટ એન્જિનિયર અમિત રાણાએ આજની આધુનિક બંગલા અને મકાનોમાં ‘બર્ડ બ્રિક’ ના નવા વિચારને લાગુ કરવા અનુરોધ કર્યો છે. બર્ડ બ્રિક ખાસ કરીને હાઉસ સ્પેરોઝની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલ માળો પૂરો પાડે છે. જ્યારે પણ શહેરમાં કોઈ મકાન કે બંગલોઝ બંધાતો હોય ત્યારે આવી
નામશેષ થઈ રહેલી ચકલીઓના માળા તરીકે એક નાનું બખોલ કે જેને બર્ડ બ્રીક તરીકે ઓળખવામાં આવે છે એ પ્રકારની ડિઝાઈન બનાવી હાલના સમયમાં ઘણી જરૂરિયાત છે. આવું ડિઝાઇનવાળું નાનું બખોલ ઘર અથવા બગીચાની દિવાલોમાં બનાવી શકાય છે.આવું બખોલ ૩૨ mm નું બનાવવું ફરજિયાત છે. અને ૭ થી ૮ ફૂટ જેટલું
ઊંચું હોવું જરૂરી છે,જેથી અન્ય શિકારી પક્ષીઓ જેવા કે કાગડા અને કાબર જેવા મોટા પક્ષીઓથી માળા નું રક્ષણ કરી શકાય અને તેના બચ્ચા નો પણ જીવ બચાવી શકાય.
અમિતા રાણા એ જણાવ્યું હતું કે અમે પણ અમારા ઘરના ખાસ જગ્યા ઉપર આવા બખોલ એટલે કે બર્ડ બ્રિક બનાવ્યા છે.માટે જ જેટલા નવા મકાનો બની રહ્યા છે તેમાં બર્ડ બ્રિક કે બખોલ ફરજિયાત બનાવવા જોઈએ.
હાલમાં વિશ્વ ચકલી દિવસ આવે એટલે આપણે પૂઠાના અને લાકડાના માળા લગાવવાનો લોકોમાં ક્રેઝ વધી જાય છે. પણ આવા માળા ક્યારેક વરસાદમાં તેમજ પવનમાં ટકી શકતા નથી. અને જો તેમાં માળો બનાવ્યો હોય તો તેમાં રહેલા ચકલીના બચ્ચાઓને પણ નુકસાન અને મરી જવાના ભય રહેલા છે જેથી અત્યારથી જ કોઈ નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર નવા મકાનો બની રહ્યા છે ત્યારે આ પ્રકારની ડિઝાઈન લાગુ કરવામાં આવે. અને દરેક વ્યક્તિઓએ પોતાના ઘરની આજુબાજુ માટીનો ક્યારામાં પાણી તેમજ ચણ મુકવા જોઈએ જેથી આપણી આવતી પેઢી પણ આ નામશેષ થઈ રહેલા પક્ષીને જોવાનો અવસર મળે એ પ્રકારે આપણે અત્યારથી પ્રયત્ન કરવા જરૂરી છે.
“સરકારે નવા આયોજન કાયદાઓ દ્વારા વિકાસકર્તાઓ અને બિલ્ડરોને મકાન બાંધતી વખતે તેની દીવાલોમાં બર્ડ બ્રિક્ કે બખોલ સ્થાપિત કરવાની અને વધુ ઉંચી તમામ નવી ઇમારતોમાં પણ આ પ્રકારની રચનાની આવશ્યકતા ફરજિયાત બનાવવી

અને ઈકો ફ્રેન્ડલી મકાન ના કોન્સેપ્ટ અને તેના ચોક્કસ નિયમો અને નીતિ લાવી લાગુ કરવા જરૂરી છે..”

  • અમિત રાણા ( એન્વાયરમેન્ટ એન્જિનિયર)
    🐥🐥🐦🐦🐤🐣🐣
  • • •

marshmallow theory

સ્કૂલમાં ત્રીજો પીરીયડ શરૂ થયો. શિક્ષક વર્ગમાં આવ્યા. આવીને તેઓએ એક સરસ રંગની થેલી ખોલી અને એમાંથી ચૉકલેટ્સ કાઢી. મૉનિટરને કહીં, તેઓએ એ ચૉકલેટ્સ બધાને વિતરીત કરી. દરેકને એક એક. ચૉકલેટ ઘણીજ ઉંચી ક્વોલિટી ધરાવે છે, એ હાથમાં લેતા જ ખબર પડતું હતું. પૅકિંગ પણ ખૂબ આકર્ષક હતું. બધાને ચૉકલેટ્સ આપ્યા પછી, શિક્ષકે સૂચના આપી કે, તેઓ હવે પ્રિન્સિપાલ સરને મળવા જાય છે. તેઓ ૧૦ મિનિટ પછી પાછા આવશે. ત્યાં સુધી કોઈએ પણ ચૉકલેટ ખાવાની નથી અને અંદર અંદર વાતો પણ કરવાની નથી. શાંતિથી બેસી રહેવું. આ સૂચના આપી એ શિક્ષક ક્લાસરૂમ છોડી ગયા.

વર્ગખંડમાં શાંતિ પથરાયેલી હતી..

૧૦ મિનિટ પછી શિક્ષક પાછા આવ્યા. આવીને તેઓએ જોયું કે ઘણાં વિદ્યાર્થીઓ ચૉકલેટ ખાઈ રહ્યા હતા. એમને કોઈ પ્રતિભાવ ન આપ્યો. પરંતુ તપાસ કરતાં ધ્યાન માં આવ્યું કે સાત વિદ્યાર્થીઓ એવા હતાં, જેઓએ પોતાની ચૉકલેટ્સ ખાધી તો નોતી જ, પણ એમની એમ પોતાની પાસે
રાખી હતી. શિક્ષકે એ સાત વિદ્યાર્થીઓના નામ નોંધી લીધા અને તેઓને પણ પોતાની ચૉકલેટ્સ ખાવા કીધું..
આ વાત ત્યાં જ પૂરી થઈ.
આ શિક્ષકનું નામ હતું,
પ્રોફેસર વૉલ્ટર મિશેલ
વરસો પછી, પ્રોફેસર મિશેલે એ ડાયરી કાઢી અને એ સાત વિદ્યાર્થીઓની તપાસ કરી. જાણવા મળ્યુ કે, એ સાતે વિદ્યાર્થીઓ હવે
પોતપોતાના જીવનમાં ઘણી સારી ઉંચાઈ પર પહોંચ્યા હતા. યશસ્વી થયેલા હતા..
પછી તેઓએ એ જ ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ જેઓએ ઉતાવળે ચૉકલેટ ખાધી હતી, તેઓની તપાસ કરી. આશ્ચર્ય વચ્ચે બધાં જ કંઈ અસફળ નોતા થયા, પણ સમાધાનકારી સ્થિતિ માં પણ ન હતા. કેટલાક તો સાવ કથળેલી સ્થિતિ માં હતા.
આ સંશોધનનો સાર પ્રોફેસર મિશેલે બહુ જ ટુંકાણમાં આપતા નોંધ્યું કે, “જે વ્યક્તિ ૧૦ મિનીટનું પણ ધૈર્ય રાખી શકતો નથી, એ વ્યક્તિ જીવનમાં આગળ વધવાની શક્યતા નહીંવત હોય છે.”

આ સંશોધન આખા દુનિયામાં ખૂબ પ્રસિદ્ધ થયું છે. એ સંશોધન
“માર્શ મેલો થિયરી”
નામથી જાણીતું છે…
આ સિધ્ધાંત અનુસાર ધૈર્ય..
આ ગુણવિશેષ બધાં જ યશસ્વી વ્યક્તિઓમાં જોવા મળે છે. …આ એક સદ્ગુણ એવો છે, જે માણસના બધા જ સારા પાસાઓને નિખાર આપે છે…. એ જ રીતે એ વ્યક્તિને થાકવા કે નિરાશ થવા દેતો નથી અને ચોક્કસપણે ગંતવ્ય સ્થાન પર પહોંચાડે જ છે…

  • • •
    From. પિનાકીન પટેલ (twitter)..

બુઝાયેલી મીણબતી

બુઝાયેલી મીણબત્તી..

  • ગૌરાંગ કે. દેસાઈ

એક માણસને એક દીકરી. બસ, એક જ સંતાન. આઠેક વર્ષની દીકરી એને ખૂબ જ વહાલી.એ એને પોતાના જીવથીય વધારે વહાલી.
અરે..! એ જ જાણે એની જિંદગી..
એક દિવસ એ દીકરી માંદી પડી. એ માણસે પહેલા તો ગામના સ્થાનિક ડૉક્ટરપાસે દવા કરાવી, પણ દીકરીની માંદગીમાં

કોઈ જ ફરક પડ્યો નહીં. બાજુના ગામના મોટા ગણાતા ડૉક્ટરની દવા લીધી, પરંતુ દીકરીની માંદગી તો વધતી જ ચાલી. એ પછી તો એણે એ દીકરી માટે આજુબાજુના પ્રદેશમાં સારું ગણાતું એક પણ દવાખાનું બાકી ન રાખ્યું. પોતાની પાસે હતું એ બધું જ દાવ પર લગાવી દીધું. પરંતુ દીકરીની માંદગીએ મચક ન આપી તે ન

જ આપી અને અંતે એક દિવસ એ દીકરી બાપને છોડીને હંમેશ માટે ચાલી નીકળી.
પેલો માણસ રોઈ રોઈને ગાંડા જેવો થઈ ગયો. એને જીવવામાંથી રસ જ ઊડી ગયો. કોઈને મળે નહીં, ક્યાંય જાય પણ નહીં. બસ, દિવસ-રાત એ એક જ કામ કરે, દીકરીને યાદ કરીને રડ્યે જ રાખે. રડવાનું અટકે તો ગુમસૂમ બેઠો રહે અને એ પછી

વળી રડવા માંડે.
એક દિવસ બપોરે રડતાં રડતાં જ સૂઈ ગયો. એને એક સપનું આવ્યું . એણે જોયું કે એ સ્વર્ગમાં હતો. એની બરાબર સામે જ એક મોટું, ઝળહળતું સિંહાસન, એના પર ભગવાન બેઠા હતા. એમની આજુબાજુ ફરી રહેલા નાનકડા દેવદૂતો હાથમાં મીણબત્તી લઈને કંઈક ગાતા હતા. સફેદ રેશમી વસ્ત્રોમાં એ

બધાંનું મીણબત્તીનું સરઘસ અત્યંત સુંદર લાગતું હતું અચાનક એનું ધ્યાન પડ્યું કે બધા દેવદૂતોના હાથમાં સ્થિર જ્યોત સાથે સળગતી અત્યંત પ્રકાશિત મીણબત્તી હતી, પરંતુ ફક્ત એક જ દેવદૂતના હાથમાં બુઝાયેલી મીણબત્તી હતી. આખા વર્તુળમાં એની એકની જ મીણબત્તી સળગતી નહોતી. એણે ફરી એકવાર ધ્યાનથી

જોયું તો એની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. એ દેવદૂત અન્ય કોઈ નહીં, પરંતુ એની દીકરી જ હતી.!
સરઘસ પૂરું થયું એટલે એ માણસ દોડતો એની દીકરી પાસે ગયો. એને ભેટીને ખૂબ જ વહાલ કર્યું. પછી એ બોલ્યો, બેટા! આખા સરઘસમાં તારી એકની મીણબતી જ ઓલવાયેલી છે, એવું કેમ.? બાકી બધી જ્યોત તો જો.!

તારી મીણબત્તી એ લોકો કેમ પેટાવી આપતા નથી? એવું નથી, પિતાજી.! એ નાનકડી દેવદૂત દીકરી બોલી, એ લોકો તો વારંવાર મારી મીણબત્તી પેટાવી આપે છે, પરંતુ તમારાં આંસુ એને વારંવાર ઓલવી નાખે છે.! એટલે પછી મારે આવી બુઝાયેલી મીણબત્તી સાથે જ ફરવું પડે છે.!
પેલા માણસને આંચકો લાગ્યો. એની આંખ

ખૂલી ગઈ. ખૂબ વિચારનાં અંતે મહિનાઓ બાદ એ થોડુંક હસ્યો. દીકરીના ફોટા પાસે મીણબત્તી પેટાવી અને લાંબા સમય પછી પોતાના મિત્રો અને સગાંને મળવા નીકળી પડ્યો !
… ક્યારેક કંઈ આપણી ઈચ્છા વિરુદ્ધ બને તો એ યાદ રાખવું જ રહ્યું કે ઘણી બધી વસ્તુઓ આપણા હાથમાં હોતી જ નથી.

તાંતણો તૂટી જાય ત્યાં અટકી જવાને બદલે એક નાનકડી ગાંઠ મૂકીને આગળ વધી જવાનું..
બસ ! એનું નામ જ જિંદગી..! _ પિનાકીન પટેલ ની ટ્વીટર વોલ પર થી

અદભુત પ્રેમ ❤️❤️❤️


પ્રેમ એટલે શુ..?

  • ડૉ.આઈ.કે.વીજળીવાળા
    ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની પૂછપરછની બારી પરના ઘડિયાળમાં સમય થયો હતો….છ વાગવામાં પાંચ મિનિટ ઓછી. એક કદાવર અને ફૂટડો આર્મી જવાન ઝીણી આંખ કરીને સમય નોંધી રહ્યો હતો. એક વખત આ ઘડિયાળ સામે અને બીજી વખત પોતાના કાંડાઘડિયાળ સામે
    જોઇને એણે બેઉ ઘડિયાળો બરાબર ચાલી રહ્યાં છે તેની ખાતરી કરી લીધી. એનો દરેક હાવભાવ અને પ્રત્યેક હલનચલન એ અતિ આતુરતાપૂર્વક કોઇકની રાહ જોઇ રહ્યો છે એવું બતાવતાં હતાં.

થોડી થોડી વારે એ ઊંડો શ્વાસ લઇને છોડતો હતો. હાથ નો પરસેવો લૂછતો હતો. પોતાના હાથમાં પકડેલા રાતા ગુલાબને જોઇને

આમથી તેમ આંટા પણ મારી લેતો હતો. અને આવું બધું થાય તેમાં કંઇ નવાઇ પણ નહોતી. છેલ્લા અઢાર અઢાર મહિનાથી જે સ્ત્રીએ એના જીવનમાં અમૂલ્ય સ્થાન મેળવી લીધું હતું એ સ્ત્રી આજે એને પ્રથમ વખત મળવાની હતી.
જે સ્ત્રીના લખેલા પત્રો અને એમાંના અદ્દભુત શબ્દો ના સહારે એણે યુદ્ધભૂમિ પરનું દોઢ
વરસ પસાર કર્યું હતું એ સ્ત્રી આજે એને ફક્ત પાંચ જ મિનિટ પછી એટલે કે, બરાબર છના ટકોરે મળવાની હતી. બંને એ એકબીજાને ક્યારેય જોયાં નહોતાં. ફક્ત પત્રના માધ્યમથી જ મળતાં રહેલાં. આજે છ વાગ્યે રાતા ગુલાબની નિશાની સાથે બંને મળવાના હતાં. હવે ફ્ક્ત ચાર જ મિનિટ બાકી હતી છ વાગવામાં.
એ જવાનને આજની પાંચ મિનિટ એની જિંદગીની સૌથી લાંબી પાંચ મિનિટ લાગી રહી હતી.
એ જવાનનું નામ હતું લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ. અમેરિકન યુદ્ધવિમાનોના કાફલાનો એક બાહોશ પાઇલોટ. હવાઇ ગોળાબારી અને અદ્દભુત ઉડાનકલા માટે એ પૂરા હવાઇ કાફલા માં જાણીતો હતો. યુદ્ધ મોચરા પર બ્લાન્ડફોર્ડને એ
યુવતી – જેને તે ફક્ત થોડી જ મિનિટ પછી મળવાનો હતો – તેનો પત્ર મળેલો. એમાં લખેલું કે, ‘તમને હવાઇ હુમલો કરતી વેળા ક્યારેય ડર લાગે છે ખરો.?’

‘હા ! દુશ્મનોનાં વિમાનો ઘેરી વળે કે પીછો પકડીને ઊડી રહ્યાં હોય ત્યારે જરૂર બીક લાગે છે !’ લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડે જણાવેલું.
‘વેરી ગુડ !
તમારી નિખાલસતાં માટે મને માન છે. દરેક બહાદુર માણસને બીક લાગે છે ! અરે, આવા સમયે દરેક માણસને બીક લાગે છે. લોકો એ વાત સ્વીકારતા નથી હોતા. પણ બહાદુર માણસો એ બીકને કાબૂમાં રાખી શકે છે.’ પેલી એ લખેલું. પછી આગળ જણાવેલું કે, ‘તમે પણ બીકને કાબૂમાં રાખી શકો છો. હવે પછી ક્યારેય
બીક લાગે ત્યારે એટલું જરૂર યાદ રાખજો કે ભગવાન તમારી સાથે જ છે અને હું પણ તમારા માટે પ્રાર્થના કરું છું.’

આ શબ્દોથી લેફ્ટનન્ટ ને ખૂબ જ સહારો મળેલો. એની હિંમતમાં પણ ઘણો વધારો થયેલો.

એ જ વખતે એક યુવતી એની નજીકથી પસાર થઇ. લેફ્ટનન્ટનું હ્રદય જોરથી ધડકી ઊઠ્યું. પણ પેલી યુવતીના
હાથમાં રાતું ગુલાબ નહોતું. લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ આગળ વધતાં અટકી ગયો. ‘હાય હેન્ડસમ !’ એટલું કહી એ યુવતી ચાલી ગઇ. બ્લાન્ડફોર્ડ ફરીથી વિચારોમાં ડૂબી ગયો. પોતાના ટ્રેનિંગ કેમ્પમાં એક પુસ્તકમાં આ છોકરીના હસ્તાક્ષર તેમજ નામ જોયેલું. ટેલિફોન ડિરેક્ટરીમાંથી એનું સરનામું મેળવી
એણે કાગળ લખેલો. પેલી સ્ત્રી જેનું નામ હતું હોલીસ મેયનીલ…એણે જવાબ આપેલો.

પછી તો પત્રો લખવાનો ક્રમ નિયમિત રૂપે ચાલતો રહેલો. કામના બોજા નીચે લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ ક્યારેક આ ક્રમ ચૂકી જતો પણ હોલીસ મેયનીલ ક્યારેય ન ચૂકતી. દોઢ દોઢ વરસના આ ક્રમ પછી બંને પણ એકબીજાને અત્યંત
ચાહવા લાગ્યાં હતાં તેની બંનેને ગળા સુધી ખાતરી થઇ ચૂકી હતી.

લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડને બીજું પણ એક આશ્વર્ય થતું હતું. આટલા વખતમાં એણે જેટલી વખત એનો ફોટો મોકલવાનું લખેલું એટલી વખત હોલીસ મેયનીલે ઘસીને ના પાડી દીધેલી. બ્લાન્ડફોર્ડે એક વાર અતિ જીદ કરેલી ત્યારે એણે લખેલું કે,
‘જો મારા માટેની તારી લાગણી સાચી જ હશે તો હું કેવી દેખાઉં છું એ વાતનું કોઇ મહત્વ જ રહેતું નથી. એટલે મારી વિનંતી છે કે તું ફોટો ન મંગાવીશ, કારણ કે જો હું ખૂબ જ રૂપાળી તેમજ દેખાવડી લાગતી હોઇશ તો તું મારા રૂપને લીધે મારી સાથે સંબંધ રાખે છે તેમ મને લાગશે. અને એવા સંબંધ માટે મને
ભારોભાર નફરત છે.

ધારો કે હું કદરૂપી હોઇશ (અને એવું કદાચ હોય પણ ખરું) અને પછી પણ તું લખવાનું ચાલુ રાખશે તો મને એવું લાગ્યા કરશે કે અત્યારે યુદ્ધમોરચે તું એકલો છો અને તારી સાથે બીજું કોઇ નથી એટલે તું મને લખવા મજબૂર બન્યો હઇશ. એટલે હવે ક્યારેય મારો ફોટો મંગાવીશ નહીં. તું પોતે
ન્યુયોર્ક આવે અને મને જુએ ત્યારે જ તું જે કંઇ અભિપ્રાય બાંધવો હોય તે બાંધે તેવું હું ઇચ્છું છું’ અને એને હોલીસ મેયનીલનાં આ વાક્યો અદ્દભુત લાગેલાં.
છ વાગવામાં હવે ફક્ત એક જ મિનિટ બાકી રહી હતી. બ્લાન્ડફોર્ડનું હ્રદય હવે એને જરાય ગાંઠતું નહોતું. છેક ગળા સુધી ઊછળી ઊછળીને

ધબકતું હતું. બરાબર એ જ વખતે જાણે આસમાનમાંથી કોઇ પરી ટપકી પડી હોય તેવું સંદર રૂપ ધરાવતી એક યુવતી પિસ્તા કલરના ડ્રેસમાં એના તરફ આવતી દેખાઇ. અતિ સુદંર, આકર્ષક અને નમણો ચહેરો, લાંબા પગ, વાંકડિયા લાંબા સોનેરી વાળ, સાગરનું ઊંડાણ ભરેલું હોય તેવી આંખો, મુખ પર મંદ મંદ સ્મિત અને
ચાલવાની અદ્દભુત છટા જોઇને આફરીન થઇ જવાય તેવું વ્યક્તિત્વ.

એ યુવતી એની તરફ જ આવતી હોય તેવું લાગતા બ્લાન્ડફોર્ડ હાથમાંનું રાતું ગુલાબ એના તરફ લંબાવીને આગળ વધ્યો. ત્યાં જ એની નજર પડી કે એ યુવતી પાસે પણ નિશાની મુજબનું રાતું ગુલાબ નહોતું. મનને ન ગમ્યું છતાં પણ એ અટકી ગયો.

‘મારું કંઇ કામ હતું સોલ્જર જવાન.?’ અચાનક પોતાની આગળ ઊભા રહી ગયેલા બ્લાન્ડફોર્ડને ઉદ્દેશી ને એ યુવતી બોલી.

‘ઓહ નો ! નહીં નહીં ! માફ કરજો ! કંઇ નહીં, અમસ્તું જ !’ બ્લાન્ડફોર્ડે એટલું કહીને એ યુવતી ને જવાનો માર્ગ કરી આપ્યો. એ યુવતી હસી પડી. પછી રોડ ક્રોસ કરીને સામેની બાજુએ
ચાલી ગઇ.

બ્લાન્ડફોર્ડ એને જતી જોઇ રહ્યો. એનું મન એક વખત બોલી ઊઠ્યું કે…કેટલી સુંદર હતી એ !…

બરાબર એ જ વખતે નિશાની મુજબ હાથમાં રાતું ગુલાબ લઇને એની જ તરફ આવતી એક સ્ત્રી દેખાઇ. એ બરાબર એની સામે આવીને ઊભી રહી ગઇ. પરંતુ એ કોઇ યુવતી નહોતી. એ તો આધેડ ઉંમરની – બિલકુલ બેઠી

દડીની સ્ત્રી હતી. એના માથાના અર્ધાથી ઉપર વાળ સફેદ થઇ ચૂક્યા હતા. ચરબીયુક્ત શરીર, સૂજી ગયેલાં પોપચાં, જાડા પગ, જાડા કાચવાળાં ચશ્માં– ટૂંકમાં સાવ જ અદોદરું શરીર. હાથમાં રાતું ગુલાબ લઇ ને એ હસતી હસતી ઊભી હતી.

‘હમ…મ…મ..! એટલે જ એણે પોતાનો ફોટો નહીં મોકલ્યો હોય ! મે પણ

ક્યારેય એની આશરે ઉંમર પણ ન પૂછી.પણ એણે આવો ઉલ્લેખ તો પોતાના કાગળમાં કરેલો જ !’

બ્લાન્ડફોર્ડના મનમાં વિચારોનું વાવાઝોડું ઊમટી આવ્યું. બે ઘડી તો એ થોડોક લેવાઇ ગયો. એકાદ ક્ષણ પૂરતું એનું મન પેલી પિસ્તા કલરના ડ્રેસવાળી સુંદર યુવતીનો વિચાર કરી રહ્યું. પણ બસ ! ફક્ત એ એકાદ
ક્ષણ જ ! તરત જ એને વિચાર આવ્યો કે, ‘સાચી સુંદરતા તો મનની જ હોય છે. મેયનીલ ખૂબ રૂપાળી અને પોતે કદરૂપો હોત તો ? એટલે શરીરનો વિચાર કરી જે યુવતી એ કપરામાં કપરાં દોઢ વરસ સુધી પોતાને ટકાવી રાખ્યો હતો એને અન્યાય ન જ કરાય. પોતાના ખરાબ સમયમાં સહારો બનેલું આ એ જ અદ્દભુત વ્યક્તિત્વ
જ્યારે હવે સદેહે સામે ઊભું છે ત્યારે બાહ્ય દેખાવને પ્રાધાન્ય આપવાનું હોય જ નહીં.’
બધા જ આડાઅવળા વિચારો ને મનના કોઇ અજ્ઞાત ખૂણામાં ધરબીને મોં પર સાચું હાસ્ય તેમજ સાચી ખુશીના ભાવો લાવી એ આગળ વધ્યો. પેલી સ્ત્રી નો હાથ પકડી તેના હાથમાં રાતું ગુલાબ, મૂકતાં એ બોલ્યો, ‘મિસ હોલીસ
મેયનીલ. હું છું લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ. ખરેખર તમને મળીને ખૂબ જ ખુશી થઇ. હું તમને પ્રપોઝ કરવા માંગું છું. તમે મારા સાથી બનવા રાજી થશો ખરાં ? અને જો તમારો જવાબ ‘હા’ માં હોય તો તમને હું આજ રાતના ખાણા માટે હ્રદયપૂર્વક આમંત્રણ પાઠવું છું.’

પેલી બેઠી દડીની જાડી સ્ત્રી ખડખડાટ

હસી પડી. હસતાં હસતાં જ એણે કહ્યું, ‘દીકરા ! વહાલા જવાન ! તું શું કહી રહ્યો છો એ મને કાંઇ સમજાતું નથી. હું હોલીસ મેયનીલ પણ નથી. હોલીસ મેયનીલ તો હમણાં અહીંથી પિસ્તા કલરનો ડ્રેસ પહેરીને જે સુંદર યુવતી ગઇને તે હતી.એણે મારા હાથમાં આ રાતું ગુલાબ પકડાવેલું અને કહેલું કે જો તું મને
આટલી મોટી ઉંમરની તેમજ જાડી હોવા છતાં પણ પ્રેમથી, લાગણીથી, ઉમકળાથી તેમજ આદરથી ડિનર માટે આમંત્રણ આપે તો જ મારે તને જણાવવું કે એ રોડની સામેની તરફ આવેલા રેસ્ટોરાંમાં તારી રાહ જુએ છે. આ કોઇક પ્રકારની કસોટી છે એવું પણ એ બોલેલી. તું તેમાં પાસ થયો છે બેટા ! હવે જા જલદી,
એ તારી વાટ જોતી હશે !…..’
રોડની સામેની તરફ પગ ઉપાડતાં પહેલાં કેટલીય વાર સુધી લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ એ સ્ત્રી સામે સ્તબ્ધ બનીને જોઇ રહ્યો ! પછી એક સ્મિત કરીને એ પેલી પરીને મળવાં રેસ્ટોરાં તરફ આગળ વધ્યો !

(“મન નો માળો” માંથી..)
26/26

  • • પિનાકીન પટેલ ની ટ્વીટર વોલ પર થી

“એક દિવસ ઈશ્વર ભૂલો પડશે…”. – અજ્ઞાત

“એક દિવસ ઈશ્વર ભૂલો પડશે…”
– અજ્ઞાત

કોઈ કારણથી આજે સ્ટાફ બસ રેગ્યુલર સમયથી મોડી આવવાની હતી..
ઠંડીનું વાદળીયું વાતવરણ.. કોઈ હિલ સ્ટેશનની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ ગમતું, તેના બે કારણ હતા..એક તો સ્વેટર મફલર થી કવર કરેલ મારા શરીરથી ઠંડી દૂર રહેતી હતી અને બીજું કારણ પાકીટ ની ગરમી મારી સાથે હતી..
પાકીટ જો ભરેલ હોય જીવનની દરેક તકલીફો..નાની લાગે બાકી તો કીડી ડંખ મારે તો પણ કોબ્રા એ ડંશ માર્યો હોય તેવું લાગે..
બાજુની ચાની કીટલી ઉપર ઉકળતી આદુ ઈલાયચી વાળી ચાની સુંગધે મને લલચાવ્યો. હું..ચાની કિટલી તરફ ગયો..
કીટલી પાસે રાખેલ બાંકડા ઉપર બેસી એક
ચા નો ઈશારો મેં કર્યો..એ દરમિયાન મારી બાજુમાં બે ગરીબ ઘરના છોકરાઓ ખભે લટકાડેલ પ્લાસ્ટિકના થેલામાં વેર વિખેર પડેલ પ્લાસ્ટિકની બેગ અને બોટલ, એકઠા કરી થેલામાં ભરતા હતા..
મેં મારી જાત સામે જોયું..બે સ્વેટર મફલર ટોપી.. છતાં મને ઠડી લાગતી હતી..અને આ બાળકો ઠડીમાં માત્ર શર્ટ અને ચડ્ડી પહેરી..પાપી પેટ માટે સવારથી સઘર્ષ કરતા હતા.. આવા સમયે ઈશ્વરનો આભાર માનવો કેમ ભુલાય..ઈશ્વરે જે પણ આપણને આપ્યું છે..તેનો આભાર માનવા ને બદલે…હજુ ઓછું પડે છે..કહી માંગણની જેમ મંદિરમાં રોજ ભીખ માંગતા લોકો જીવનનો આનંદ લૂંટી શકતા નથી..
મેં એ બે બાળકોને બાજુમાં બોલાવ્યા અને
કીધું ચા પીશો..? તેઓ એ હા પણ ન પાડી અને ના પણ ન પાડી.. મારી સામે એ નિર્દોષ નજરે જોતા રહ્યા
મહેનત કરનાર વ્યક્તિ અને ભીખ માંગનાર વ્યક્તિ વચ્ચે આટલો તફાવત હોય છે..મહેનત કરનાર વ્યક્તિ પરિસ્થિતિ પ્રમાણે ઝુકે છે..પણ સ્વમાનના ભોગે નહિ..
મેં ચા બનાવનાર સામે જોઈ ઈશારો કર્યો..

મેં બન્ને ને મારી બાજુ માં બેસાડી પૂછ્યું..
ભણો છો.?
કહે ના.
આખા દિવસના કેટલા રૂપિયા મળે છે..
સાહેબ 200 થી 250 રૂપિયા..
ચા અને બિસ્કિટ આવ્યા એ બન્ને બાળકો અંદર અંદર સામે જોઈ ચા સાથે બિસ્કિટ ખાવા લાગ્યા..મને લાગ્યું.. ભગવાનને હવે છપ્પનભોગ ની જરૂર નથી..વર્તમાન પરિસ્થિતિ જોતા
તો એવું લાગે છે ઈશ્વર રુઠયો છે..
કારણ કે હવે લોકો એ ઈશ્વરને પણ બેવકૂફ બનાવવાનું ચાલુ કર્યું..ઈશ્વર પણ હસતા હસતા બોલતો હશે…મારા બનાવેલ મને બનાવતા થયા છે.
મેં કીધું રોજ અહીં આવો છો..
એ કહે હા સાહેબ..
કાલે આ કીટલીવાળા ને ત્યાં તમારા બન્ને માટે સ્વેટર અને પગ ના બુટ મુક્યા હશે
એ તમે લઈ લેજો..
બન્નેના ચહેરા ઉપર ખુશી આવી
હું ઉભો થઇ કીટલીના માલિક ને રૂપિયા ચૂકવવા ગયો..
ત્યારે કીટલીનો માલિક બોલ્યો તમારા 20 રૂપિયા આપો એ બાળકોના રૂપિયા તો ચૂકવાઈ ગયા..
મેં કીધું કોણે ચૂકવ્યા..?
કીટલીવાળા ભાઈ હસવા લાગ્યા.. પોતાનો ગલ્લો ખોલી ચોપડી બહાર કાઢી..મને બતાવી
ચોપડી ઉપર લખ્યું હતું…
હર હર મહાદેવ, જય માતાજી..જય રણછોડ..
મેં કીધું હું કંઈ સમજ્યો નહિ..
એ હસતા હસતા બોલ્યો સાહેબ
આ નાની બચત યોજનાની પાસબુક જેવી બુક છે..દરેક વ્યક્તિ કરોડો કે લાખોનું દાન ધર્માદો નથી કરી શકતા..
એટલે આવી પાસબુકમાં જેમને દાન ધર્માદો કરવો હોય તેના રૂપિયા હું જમા કરી દઉં છું..એ રૂપિયામાંથી હું ગરીબ, લાચાર, સાધુ સંત, ફકીર અપંગ વગેરે લોકોને વિનામૂલ્યે મુલ્યે ચા નાસ્તો દિવસ દરિમયાન કરાવું છું.
જોવો સામેથી આવે છે તે દાદાનું નામ વલ્લભરામ અમને દર પંદર દિવસે 5000 રૂપિયા આપી જાય છે..
તમારું નામ..
મેં કીધું સમીર..
સમીર ભાઈ હું મારી
જાતને ધન્યતા અનુભવું છે કારણ કે આ પુણ્ય મારા હાથે થાય છે.. મેં પણ પરમાર્થ કરવા ડૂબકી લગાવી છે દિવસની પચીસ ચા વિના મૂલ્યે હું પણ ગરીબ વ્યક્તિઓને પીવડાવવા માંડ્યો છું.
જેટલી વિનામૂલ્યે ચા પીવરાવી હોય તેનો હિસાબ હું અલગ થી રાખું છું..દાન આપનાર વ્યક્તિના રૂપિયે રૂપિયાનો નૈતિક પણે હું હિસાબ રાખું છું.. આપણે કોઈ ને મદદ ન કરી શકીએ તો કંઈ નહિ પણ કોઈ મદદ કરતું હોય તેમાંથી પણ રૂપિયા મારી લેવા એ નીચ પ્રવૃત્તિ કહેવાય..
મેં કીધું વાહ..તમારું નામ
વશરામભાઈ..
દાદા નજીક આવ્યા એટલે વશરામ ભાઈ બોલ્યા દાદા તમને જ યાદ કરતો હતો અને તમે આવી ગયા..
દેખાવમાં તો એક દમ સીધાસાદા લાગતા દાદાની પ્રવૃત્તિ જાણવા પ્રયત્ન કર્યો ત્યારે હું તેમનાથી પ્રભાવિત થયો. તેઓ એક નિવૃત કેન્દ્રીય સરકારી કર્મચારી હતા.તેમને 35,000 થી વધારે પેંશેન અને 50,000 હજારથી વધારે માસિક વ્યાજ મળતું હતું.
દાદા સાથે વિગતે ચર્ચા કરતા તેમણે કહું..બાળકો ઈશ્વર કૃપાથી
વિદેશમાં સેટ થઈ ગયા છે..
બાળકોએ અમને કીધું.. પપ્પા અમે અહીં ડોલર ખૂબ કમાઈયે છીયે..અમારી જિંદગી બનાવવા પાછળ ઘણી ઈચ્છાઓ તમારી અધૂરી રહી ગઈ છે જે હવે પુરી કરવાનો યોગ્ય સમય આવ્યો છે.. રૂપીયા અમારા માટે બચાવવાની જરૂર નથી. તમારા આત્માના કલ્યાણ માટે..તમને જે પ્રવૃત્તિમાંથી આનંદ

મળતો હોય એ પ્રવૃત્તિ પાછળ સમય અને રૂપિયા ખર્ચો..તમને કે અમને અફસોસ ન થવો જોઈએ..રૂપિયા ખૂટે તો અમને જાણ કરજો..અમારા તરફથી પણ યોગ્ય જગ્યાએ દાન ધર્માદો કરતા રહેજો અને અમને જણાવજો..અમારા અને તમારા કોઈ સારા કર્મના પરિણામે આજે આપણે આનંદ કરિયે છીયે..
બસ બેટા અમેં ઘરડા માણસ,
અમારી જરૂરિયાત કેટલી..
દર મહિને વ્યાજ આવે છે..તે વિવિધ સંસ્થાઓ..અને અલગ અલગ જગ્યા એ વહેચી દઉં છું..હું કોઈ પણ સંસ્થાની મુલાકાત કર્યા વગર રૂપિયા ડોનેટ કરતો નથી બેટા મને મારી પ્રવૃત્તિથી ખૂબ જ આનંદ મળે છે..
વાલિયો લૂંટારો પણ સમજી ગયો હતો..મારા પાપમાં કોઈ ભાગીદાર નથી..
તો એવા કર્મ જ શું કામ કરવા..જેનું પરિણામ માત્ર આપણે ભોગવુ પડે.
એક વાત કહું બેટા.. બુલેટ ટ્રેનથી પણ વધારે સ્પીડથી જીવન આપણું પસાર થઈ રહ્યું છે..દરેક સ્ટેશન નજર સામેથી ઝડપથી પસાર થઈ રહ્યા છે..કરોડો રૂપિયા ખર્ચવા છતાં..એ સ્ટેશન ફરીથી પાછું આવવાનું નથી..
એટલે જેટલો આનંદ કરવો
હોય,જેટલું પુણ્ય કમાવવું હોય ત્યાંરે પુણ્ય કમાઈ લ્યો..આ શ્વાસનો ક્યાં કોઈ ને ભરોસો છે..
ઈશ્વરના દરબારમાં લાંચ રૂશ્વત ચાલતી નથી..ત્યાં તો જેવી કર્મની ખેતી તેવું તેનું પરિણામ..
સંક્ષિપ્તમાં કહું તો પોતાની સંપત્તિ ના માલીક બનો ચોકીદાર નહિ. ભલે લોકો કહે કર્મ જેવું કંઈ નથી પણ
વાસ્તવમાં કર્મ જેવું છે..
બેટા ધાર્મિક સંસ્થાઓના ગોલખ ઉભરાઈ ગયા છે..
કથાઓ સાંભળી કે ધાર્મિક જગ્યા એ જવાથી કોઈ સુધરતું હોય તો પહેલી કથા સંસદ અને વિધાનસભામાં કરવી જોઈએ..અને એ પરીસરમાં સર્વધર્મના મંદિર મસ્જિદ ચર્ચ બનાવવા જોઈએ..
એરણની ચોરી સોઈનું દાન કરનાર લોકોની વિકૃત ફોજ ઉભી થઇ છે..એક કેળું આપી ગરીબ વ્યક્તિની મજાક ઉડાવનાર નીચ વ્યક્તિઓ આપણી વચ્ચે કોલર ઉંચી કરી ફોટા પડાવે છે..
હું હસી પડ્યો..
જે વ્યક્તિઓ ઉપર જનતા વિશ્વાસ મૂકે એ જ લોકો જનતાની થાળીનું ઝૂંટવી પોતાના ઘર ભરે છે..
જે સંતો કહે શુ લઈને આવ્યા શુ લઈને જવાના એજ બનાવટી સાધુ સંતો
સંસારીના રૂપિયે મોજ કરે છે..
કોઈ દિવસ ગિરનારી સાધુ સંત બાવાને સંસારની વચ્ચે રખડતા જોયા.? સંસાર છોડ્યો જ છે તો સંસારથી અલિપ્ત રહો. .શા માટે સંસારીનો સ્વાદ લેવા આવો છો.. જે આશ્રમ કે મંદિરમાં જેમના નામની તકતી મારો છો એ લોકો તો સમાજનું શોષણ કરી અહીં સુધી પોહચ્યો છે.
હું મારી નજર સામે થી સ્ટાફ બસ ને પસાર થતી જોઈ રહ્યો પણ મેં તેને ઉભી રાખવા પ્રયત્ન ન કર્યો.. કારણ કે જે જ્ઞાન કે સત્સંગ આશ્રમમાં નહિ પણ ચાની કીટલી ઉપર આજે પીરસાતો હતો..એ છોડી જવાની ઈચ્છા મારી ન હતી.
મેં વશરામભાઈને નજીક બોલાવી કીધું..લ્યો આ 3000 રૂપિયા મારા તરફથી ..મારી પણ તમારી
કર્મરૂપી નાની બચત યોજનામાં ખાતું ખોલો…મારા પગારના 5% હું મંદિરે મુકતો તેના બદલે તમારી કીટલી એ હવે થી મુકીશ.. આવા કપરા સમયમાં પણ મારી નોકરી સચવાય છે એ કોઈ ઈશ્વરી સંકેત જ સમજવાનો.
વશરામભાઈ ઈશ્વર ક્યાં સીધો આશીર્વાદ આપવા આવે છે.. તમારી કીટલીએ કોઈ દિવસ “અલખ નો ઘણી” આવી
ચા પી જશે ત્યારે મારા તમારા અને દાદા જેવા લોકોના ભવ ભવના પાપોથી મુક્તિ મળી જશે..
વશરામભાઈ ની આખો ભીની થઇ ગઇ એ બોલ્યા બાપલા એવા મારા નસીબ ક્યાંથી..
દાદા ભજન ગાવા લાગ્યા.
રામનું સ્વાગત કરતાં ઋષિઓ જાપ જપંતા રહી ગયા
એઠા બોરને અમર કરીને..રામ શબરીના થઈ ગયા
નહીં મળે ચાંદી-સોનાના.. અઢળક સિક્કામાં
નહીં મળે એ કાશીમાં કે…નહીં મળે મક્કામાં
પણ નસીબ હોય તો મળી જાય..એ તુલસીના પત્તામાં
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં..
દાદા શ્રદ્ધા રાખો એક દિવસ ઈશ્વર ભૂલો પડશે..અને તમારી કીટલી એ આવશે..જ
વશરામભાઈની આંખો ભીની હતી..
મેં કીધું વશરામભાઈ હમણાં
જે બાળકોને તમેં હમણાં ચા આપી તેમના માટે બે સ્વેટર અને બુટ તમને આપી જઈશ એ કાલે આવે તો તેમને આપી દેજો..દાદા મારી સામે જોઈ બોલ્યા.. અરે બેટા..મારા પણ દસ ધાબળા લેતો આવજે લે આ 5000 રૂપિયા..વશરામભાઈ બોલ્યા મારા તરફથી બે ધાબળા..
જય હો અલખ ધણીની કહી એ ફરી ધઘેં લાગ્યા.

મારા માટે આજની સવાર અલગ પ્રકાર ની હતી..
હું દાદા ને પગે લાગ્યો..અને કીધું સાચા સાધુ સંત તમે છો.. સંસારની વચ્ચે રહી પણ પરમાર્થ વગર પ્રચારે કરો છો.. જીવન જીવવું હોય તો તમારા પ્રમાણે જીવાય..
મિત્રો
दया धर्म का मूल है, पाप मूल अभिमान।
तुलसी दया न छोड़िये जा घट तन में प्राण॥

સાચું છે એ સચરાચર છે..સાચુ છે એ ‘અજરામર’ છે.
સાચું છે એ પરમેશ્વર છે..
પણ ચોધારે વરસે મેહૂલિયો તો.. મળે એક ટીપામાં
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં..🙏

• • •

મહારાણા પ્રતાપ 🙏🙏🙏


મહારાણા પ્રતાપ મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.

એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જયવંતા કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ માં થયો હતો. ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મુગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને
રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા.
દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિસિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા પરંતુ મહારાણા
પ્રતાપની વીરતા અને માતૃભૂમિ પ્રત્યેની ભાવના સામે અકબરનું બળ કામ ના આવ્યું. જિંદગીના કપરા દિવસોમાં ભામાશાહ નામના વાણીયાએ મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપ્યું. આ અનુદાન આપીને ભામાશાહ અમર થઈ ગયા. જિંદગીના અંત સુધી ચોમેર ઝળહળતી મોગલ સલ્તનતને તેમણે
ક્યારેય માથું ના નમાવ્યું. તેમણે એકલપંડે મોગલ સલ્તનતના દાંત ખાટા કર્યા હતા.
ઇસ. ૧૫૭૯ થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મોગલ આધીન પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ ઘટી ગયો અને આ બાજુ
મહારાણાએ ૧૫૮૫ માં મેવાડ મુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા. મહારાણા ની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણા નું આધિપત્ય સ્થાપિત થઈ ગયું.

મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ
એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઇસ. ૧૫૮૫માં થયો.
દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ એ તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું…
મહારાણા પ્રતાપ વિશેની અજાણી વાતો..
– મહારાણા પ્રતાપને કુલ ૧૧ રાણીઓ હતી જેમાં મહારાણી અજબદે કુંવર તેમના માનીતા રાણી હતા. ૧૧ રાણીઓથી તેમને કુલ ૧૬ પુત્ર અને ૨ પુત્રીઓ હતી.
– તે ૭ ફૂટ ૫ ઇંચની ભવ્ય ઉંચાઈ ધરાવતા હતા
– રણમેદાનમાં તે લગભગ ૩૬૦ કિલોનું વજન ઉંચકીને યુદ્ધ કરતા, જેમાં તેમના ભાલાનું વજન ૮૦ કિલો બે તલવારનું વજન ૨૦૮ કિલો અને તેમના બખ્તરનું વજન લગભગ ૭૨ કિલો હતું, તેમનું પોતાનું વજન ૧૧૦ કિલો કરતા વધારે હતું.
– મહારાણા પ્રતાપની સાવકી માતા
રાણી ધીરબાઈ શરૂઆતમાં કુંવર જગમલ સિંહને મેવાડનો રાજા બનવા માંગતી હતી, જ્યારે મુગલ સમ્રાટ અકબર દ્વારા ઉદયસિંહને પરાજિત કર્યા બાદ લાંબી ચર્ચા અને સંઘર્ષ પછી કુંવર જગમલને પદ માટે અયોગ્ય હોવાનું જાણવા મળ્યું અને તેથી મહારાણા પ્રતાપને શાસક બનાવવામાં આવ્યા.
– પાછળથી કુંવર જગમાલ
સિંહે તેના બે ભાઈઓ શક્તિસિંહ અને સાગર સિંહ સાથે મુગલ બાદશાહ અકબરની સાથે મળી ગયો.
– એવું કહેવામાં આવે છે કે હલ્દિઘાટીના યુદ્ધમાં, મહારાણા પ્રતાપે મોગલ સરદાર બેહલોલ ખાનને તલવારના એક ઝાટકે તેના ઘોડા સાથે બે ભાગમાં કાપી નાખ્યો હતો.
-એક યુદ્ધ દરમિયાન, ઝાલા માન જેની મહારાણા
પ્રતાપ સાથે ગાઢ સામ્યતા હતી તેમને મહારાણા પ્રતાપનો તાજ પહેરેલો હતો અને મુગલોએ ઝાલા માનને મહારાણા પ્રતાપ હોવાની ગેરસમજથી હુમલો કર્યો અને તે યુદ્ધમાં ઝાલા માનને મારી નાખ્યો હતો. ઝાલા માન પોતે જ હતા જેમણે પ્રતાપને યુદ્ધના મેદાનમાંથી બહાર નીકળવાની સલાહ આપી હતી.
– મહારાણા પ્રતાપને પકડવાનું અકબરનું સપનું હતું પણ તે તેમના જીવનકાળમાં સફળ થઈ શક્યો નહીં. ગોગુંદા સહિતના તમામ રાજપૂત રાજવંશ અને બુંદીએ અકબરને શરણાગતિ સ્વીકારી હોવા છતાં પણ પ્રતાપ ક્યારેય અકબર સામે નમ્યો ના હતો.
– ચિત્તોડને મુક્ત કરવાનું તેનું સપનું હતું અને તેથી તેણે એક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ચિત્તોડ ને મુક્ત નહિ કરાવે ત્યાં સુધી તે પતરાળમાં ભોજન કરશે અને ઘાસની પથારી પર જ સુઈ જશે. આજે પણ કેટલાક રાજપૂતો સુપ્રસિદ્ધ મહારાણા પ્રતાપના સન્માનમાં તેમની પથારીની નીચે એક પાન પોતાની પથારીની નીચે મૂકે છે.
– મહારાણા પ્રતાપ જયારે જંગલમાં સંઘર્ષ કરી
રહ્યા હતા ત્યારે તેમના પાસે ખાવા માટે કઈ જ ન હતું, એક સમયે ઘાસની રોટલી એક જંગલી બિલાડી તેમની પુત્રી પાસેથી છીનવી ને ભાગી જાય છે. આ કરુણ ઘટના પછી મહારાણા પ્રતાપએ અકબરની સામે શરણાગતિ લેવાનું વિચાર્યું અને આ જ બાબતે તેમને પત્ર લખ્યો. અકબર પત્ર વાંચીને ખૂબ આનંદ થયો અને તે

પૃથ્વીરાજને આપ્યો જે રાજપૂત કવિ અને યોદ્ધા હતા. કાવ્યાત્મક રીતે, તેમણે પ્રતાપને લખેલા પત્રમાં અકબરથી હાર ન સ્વીકારવાની વાત કરી હતી. ત્યારબાદ તેમણે અકબર સામે લડવાનું ચાલુ રાખ્યું.
– મહારાણા પ્રતાપના વફાદાર ઘોડા ચેતક વિશે આપણે બધા જાણીએ છીએ. પરંતુ મહારાણા પ્રતાપ પાસે એક હાથી પણ હતો જેનું નામ રામપ્રસાદ હતું. જેણે યુદ્ધમાં મુગલ સૈન્યને કચડી નાખ્યું હોવાનું કહેવાય છે. રામપ્રસાદએ યુદ્ધમાં બે હાથીઓને મારી નાખ્યા, અકબરે પોતાના દળને કોઈપણ કિંમતે રામપ્રસાદ પકડવાનો આદેશ આપ્યો અને તે માટે ૭ હાથીઓને રામપ્રસાદને પકડવા મોકલવામાં આવ્યા. રામપ્રસાદને
કેદ કરીને મુગલ છાવણીમાં રાખવામાં આવ્યો.પરંતુ તેની નિષ્ઠા હંમેશા તેમના માલિક મહારાણા પ્રતાપની હતી અને તેથી તેણે કાંઈ ખાધું નહીં, પાણી પીધું નહીં અને તેની કેદ થયાના ૧૮મા દિવસે તે મૃત્યુ પામ્યો.
– એકવાર કુંવર અમરસિંહે મુગલ સૈન્યના સેનાપતિ એવા અબ્દુલ રહીમ ખાનખાનાની છાવણી પર હુમલો કર્યો અને તેની પત્નીઓ અને મહિલાઓને બંધક બનાવીને લઈ ગયા. જ્યારે મહારાણા પ્રતાપને તેની કૃત્યની ખબર પડી ત્યારે તેમણે કુંવર અમરસિંહને ઠપકો આપ્યો અને બધી મહિલાઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો. અબ્દુલ મહારાણાના કૃત્ય માટે ખૂબ આભારી હતા અને ત્યારબાદથી મેવાડ સામે એક પણ યુદ્ધ નહિ કરવાની ખાતરી આપી હતી. અબ્દુલ રહીમ ખાનખાના એ બીજુ કોઈ નહીં પણ રહીમ હતા જેની દોહે અને કવિતાઓ ખુબ જ સુપ્રસિદ્ધ છે..
– મહારાણા પ્રતાપ તેમના જીવનકાળ દરમિયાન ઘણા બધા યુદ્ધ લડ્યા, પરંતુ જીવનના અંતિમકાળ દરમિયાન તેઓ બાણની પણછ બાંધતા ઇજાગ્રત થયા અને થોડી માંદગીના અંતે તેઓ મૃત્યુ પામ્યા. મહારાણા પ્રતાપના મૃત્યુના સમાચારથી અકબર પણ રડી પડ્યો હતો..
-Kalavad.com માંથી સાભાર